તારા દિલમા ફરવાનુ નીકળ્યો છુ.
બધે જ હરી વળ્યો છુ.
તારા પીતાના વાલનો બગીચો અને
તારી મમ્મીના પ્રેમનુ તળાવ પણ વળી દેખી આવ્યો છુ.
ભાઈની પજલ ગેમ વાળી ગુફા,
તો વળી દોસ્તોની ચગદોળમા બેસી આવ્યો છુ.
દાદા-દાદીના મહેલમા પણ રાતવાસો થયો.
પણ રહેવાનુ મનતો મને પેલી ભયાનક ખીણમા જ થયુ,
જ્યા તે તારા દુ:ખ,લાગણી,પ્રેમ,અપેક્ષાઓને ઠાલવીને રાખી છે.
તુ સાથ આપે તો, હુ મારુ દિલ તને ગીરવી આપી ત્યા રહેવા માગીસ.
એ ખીણને અમ્રુત ઝરણુ બનાવવા માગીસ.
પણ જો તુ કહે તો ?
-રેરા.