જીંદગી રૂડી રૂડી
ખૂબ જીવો ખૂબ જીવો જીંદગી ,
મફતની મળેલી મોંઘી મોંઘી,
ફરી નહીં સાચે જ મળનારી,
કોઈકને બોરિંગ, કોઇકને ડેશિંગ લાગનારી,
જીંદગી સાચે બહું રૂડી રૂડી,
મરવાનો વિચાર જે કોઈ'દી ના દેનારી,
જીંદગી દિલથી દિલ સુધીની ઉજાણી,
ઘડીકમાં રાજાને રંક કરનારી,
ને ઘડીકમાં રંકને રાજા કરનારી,
જીંદગી સાચે બહું રૂડી રૂડી !!
-વિશાલ દંતાણી