Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રીયઃ કેન્દ્ર સરકારે સવર્ણોને આર્થિક આધાર પર શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા આરક્ષણ સાથે જોડાયેલું 124મું સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજૂ કર્યું હતુ. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે આ બિલ ગૃહમાં બપોરે 12.30 વાગતા રજૂ કર્યું હતું અને હવે સાંજે 5 વાગે તે વિશે ચર્ચા શરૂ થઈ હતી.. આ બિલને બસપા, કોંગ્રેસ, આપ અને એનસીપીએ સમર્થન આપવાની વાત કરી છે. જ્યારે ડીએમકેએ તેનો વિરોધ કર્યો છે.

ગુજરાતઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ભાનુશાળીના પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતી ઠક્કર, એક દલિત આગેવાન અને મનિષા ગોસ્વામીને શકમંદ દર્શાવી આ તમામ સામે વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન 23 માર્ચથી ભારતમાં થવાની છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાના કારણે પહેલાં આ મેચ વિદેશમાં થવાની શક્યતા હતી. જોકે હજી પણ ટૂર્નામેન્ટની ફાઈનલ તારીખ નક્કી થઈ નથી. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી જ મેચનું સમગ્ર શિડ્યુલ જાહેર કરવામાં આવશે.

IMFમાં ભારતીયની નિમણૂંકઃ ભારતમાં જન્મેલી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ ઇન્ફ્લેશન (IMF)ની ચીફ ઇકોનોમિસ્ટ તરીકે પદ સંભાળી લીધું છે. આઇએમએફના ઉચ્ચ પદે પહોંચનારી તે પ્રથમ મહિલા છે. તેઓએ મોરી ઓબ્સફેલ્ડનું સ્થાન લીધું છે, જે ગયા વર્ષે 31 ડિસેમ્બરના રોજ રિટાયર થઇ ગયા. ગીતાનો જન્મ ભારતના મૈસૂરમાં થયો છે. આઇએમએફની પ્રમુખ ક્રિસ્ટિન લગાર્ડે કહ્યું હતું, ગીતા વિશ્વની શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાંથી એક છે. તેની પાસે શાનદાર એકેડમિક જ્ઞાન, બૌદ્ધિક ક્ષમતા અને વ્યાપક આતંરરાષ્ટ્રીય અનુભવ છે.

આરબીઆઇઃ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ 5 સભ્યોની હાઈ-લેવલ કમિટીના ચેરમેન તરીકે યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાના પૂર્વ ચીફ નંદન નીલેકણીની નિમણૂંક કરી છે.

અમેઝોનઃ ઇકોમર્સ કંપની અમેઝોન માઇક્રોસોફ્ટને પછાડીને પહેલી વાર દુનિયાની સૌથી વધુ વેલ્યુએશન વાળી કંપની બની ગઇ છે. સોમવારે અમેરિકી શેરબજાર બંધ થતા અમેઝોનનું માર્કેટ કેપ રૂ. 56 લાખ કરોડ (796.8 અબજ ડોલર) હતું. જ્યારે માઇક્રોસોફ્ટનું વેલ્યુએશન રૂ. 54.81 લાખ (783.4 અબજ ડોલર) હતું. જ્યારે ત્રીજા નંબરે આલ્ફાબેટ અને ચોથા સ્થાને એપલ છે.

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમા એકલી જ ચૂંટણી લજડી શકે છે, ગલ્ફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે આ વાતનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં યુપીમાં કરી શકે તેવી ઘણી રસપ્રદ વાતો છે. ઉત્તરપ્રદેશ માટે કોંગ્રેસનો આઇડીયા ઘણો મજબૂત છે. મનાય છે કે અખિલેશ-માયા યુપીમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાના પક્ષમાં નથી.

ઇન્ફોસિસઃ ભારતની બીજા ક્રમની આઇટી સર્વિસીધ કંપની ઇન્ફોસિસે આજે જણાવ્યું હતું કે બોર્ડ ન્ય દરખાસ્તોની સાથે બાયબેક પ્રોગ્રામ અને ખાસ ડિવીડન્ડ ચૂકવણી અંગે વિચારી શકે છે. કંપનીની બોર્ડ મિટીંગ 11 જાન્યુઆરીના રોજ મળનાર છે.

સીબીઆઇઃ સુપ્રીમ કોર્ટે આજે આલોક વર્માને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ના ડિરેક્ટર તરીકે કાયમી રાખ્યા હતા પરંતુ તેમની સામેનો ભ્રષ્ટાચારનો કેસમાં જ્યા સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ મોટા નીતિ વિષયક નિર્ણયો લેવા સામે મનાઇ ફરમાવી છે.

માર્કેટઃ ઘરેલુ ઇક્વિટી માર્કેટમાં જે હેવીવેઇટ સ્ક્રિપ જેમ કે આઇસીઆઇસીઆઇ હબેન્ક, એસબીઆઇ, એક્સિસ બેનક અને સન ફાર્મામાં નીકળી આવેલી લેવાલીને પગલે એસએન્ડરપી સેન્સેક્સ 131 પોઇન્ટ વધીને 35,981 પોઇન્ટના મથાળે બંધ આવ્યો હતો. જ્યારે સન ફાર્મા (ચાર ટકા ઉપર) ટોપ ગેઇનર રહ્યો હતો અને કોટક મહિન્દ્રા અત્યંત ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેમજ નિફ્ટી 30 પોઇન્ટ વધીને 10,802 પોઇન્ટના મથાળે બંધ આવી હતી.

Gujarati News by Taja Samachar : 111072938
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now