મઝાની હાસ્ય રચના .....
* મકાન વગરની બારી નકામી..!*
*ને આખો' દી વોટસપ માં ચોયટી રે એવી નારી નકામી..!!*
*ગોખેલું ભણતર નકામું..!*
*ને પ્લાન વગરનું ચણતર નકામુ..!!*
* તોફાન વગરનું બાળપણ નકામું..!*
*ને ડાયાબિટીસ વાળાને ગળપણ નકામું..!!*
* લાગણી વગરના માણાં નકામા..!*
*ને નીતિ વગરના નાણાં નકામા..!!*
* સાધનો વગરની જીમ નકામી..!*
*ને ધોની વગરની આપણી ટીમ નકામી..!!*
* ખિચડી બોવ ખારી નકામી..!*
*ને સાકર વિનાની ઘારી નકામી..!!*
*ન સમજે તેેને કેવું નકામું..!*
*ને કોઈના ઘરે જાજા પડ્યું રેવું નકામું..!!*
* કામ વગરનું જાવું નકામું..!*
*ને ભૂખ વગરનું ખાવું નકામું...!!*
* પ્રાણ વગરની કાયા નકામી..!*
*ને મર્યા પછી આ બધી માયા નકામી..!!*
* મહંતો વગરની મઢી નકામી..!*
*ને હળદર વગરની કઢી નકામી..!!*
* અધિકારી નરમ નકામા..!*
*ને ગુણવાન ગરમ નકામા..!!*
* સત્તા પાસે શાન નકામું..!*
*ને બહુ જાજું ડાહપણ નકામું..!!*
*ખોરડા સાવ ઉઘાળા નકામા..!*
*ને ઘરમાં સાથે સાળા નકામા..!!*
* શરમ વગરના બૈરા નકામા..!*
*ને વ્યસન વાળા ભાયું નકામા..!!*
* જ્ઞાન વગરનું ધન નકામું..!*
*ને પ્રાણી વગરનું વન નકામું..!!*
*♻ વિનય વગરનું રુપ નકામું..!*
*✅ ને તમારા બધા વગર આ જીવન નકામુ..!! ✅*