Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રીયઃ સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં મોદી સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ લાગુ કરી છે. હાલ આ અનામત શૈક્ષણિક બાબતો પૂરતી મર્યાદિત રહેશે અને ક્રમશઃ સરકારી નોકરીમાં પણ લાગુ કરવામાં આવશે.

ક્રિકેટઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ ડ્રો થઈ છે. તે સાથે ભારતે ચાર ટેસ્ટની આ સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે 72 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે. ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પહેલી ટીમ છે.

રાષ્ટ્રીયઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દેશના 16 મોટા એરપોર્ટ્સ પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. હવેથી મુસાફરો સ્ટ્રો, પ્લાસ્ટિક કટલરી (કાતર-છરી જેવી ચીજો) અને પ્લાસ્ટિક પ્લેટ્સ જેવા સામાન્ય પોતાની સાથે લઇ જઇ શકશે નહી. જોકે હાલમાં પ્રાયોગિક ધોરણે એએઆઇએ પહેલા રાઉન્ડમાં 16 મુખ્ય એરપોર્ટમાં આ પ્રતિબંધ લાદ્યો છે.

ગુજરાતઃ ગુજરાતમાં શિક્ષણ વિભાગના એક સર્વેમાં સામે આવ્યું છે કે રાજ્યની 32,722 સરકારી શાળાઓમાં 12,000 શાળાઓ એવી છે જેમાં ફક્ત એક કે બે શિક્ષક જ છે. આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે રાજ્યમાં 15,171 શાળાઓ એવી છે, જેમાં 100થી ઓછા બાળકો ભણે છે. રાજ્ય સરકાર આવી અનેક શાળાઓને એકબીજા સાથે જોડી દેવાનું વિચારી રહી છે.

મહિલાઓ માટે ખાસ કેબઃ બેંગલુરુના ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મહિલા મુસાફરો માટે આજે ખાસ ટેક્સી સર્વિસીઝ ‘પિંક કેબ’ની શરૂઆત કરવામાં આવી છે. પિંક કેબ સર્વિસીઝને અહીં મુખ્યત્વે મહિલા મુસાફરોની સરળતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી છે. હાલમાં ટ્રાયલ રન માટે 10 ગાડીઓ મુકવામાં આવી છે. અને તેને 24 કલાક ચલાવવોનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જીડીપીઃ ભારતીય અર્થતંત્ર 2018-19માં 7.2 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા સેવાય છે, આ આંક પાછલા વર્ષના 6.7 ટકાથી ઘણો ઊંચો છે. ઊંચો અંદાજ રાખવા માટે ખાસ કરીને કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રે થયેલો સુધારો જવાબદાર છે એમ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જણાવ્યું હતું. જ્યારે રિયલ જીવીએ (ગ્રોસ વેલ્યુ એડેડ) પાછલા વર્ષના 6.5 ટકા સામે સાત ટકાના દરે વૃદ્ધિ તેવી શક્યતા સેવવામાં આવી છે.

ઓટોઃ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઇ) આગામી વર્ષે બે નવા મોડેલ બજારમાં મુકશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કંપનીએ બે મોડેલો બજારમાં મુક્યા છે, તેમજ હવે તેમાં સેફ્ટી ફિચર્સ જેમ કે એરબેગ્સ, સિટ બેલ્ટ અને રિવર્સ પાર્કીંગ સેન્સર્સમાં પણ નવા સુરક્ષા નિયમોનું પાલન કરવા માટે અપગ્રેડ કરનાર છે.

આરબીઆઇઃ પાછલા મહિને સરકાર સાથે થયેલા સંઘર્ષને પગલે આરબીઆઇનું બદલાયેલુ સંચાલન સરકારને ફાયાદામાં નીવડ્યું છે. કેમ કે આરબીઆઇ સરકારને માર્ચમાં રૂ. 300-400 અબજ (4.32 અબજ-5.8 અબજ ડોલર)નું વચગાળાનું ડિવીડન્ડ આપે તેવી ધારણા છે એમ આરબીઆઇના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. આ ડિવીડન્ડને કારણે કેન્દ્ર સરકારને કર વસૂલાતમાં ઘટાડો થવાને કારણે વધુ પહોળી બનતી અંદાજપત્રીય ખાધને અંકુશમાં રાખવામાં મદદ મળશે. દરમિયાનમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે સીધી કર વસૂલાતમાં 14.1 ટકાનો વધારો થઇને રૂ. 8.74 ટ્રીલીયન થઇ છે.

માર્કેટઃ ઇન્ફર્મેશન ટેકનોલોજી અને રિયલ્ટી શેરોની આગેવાની હેઠળ આજે બીએસઇ સેન્સેક્સ 155 પોઇન્ટ વધીને 35,850 પર અને નિફ્ટી 44 પોઇન્ટ વધીને 10,772 પોઇન્ટના મથાળે બંધ આવી હતી. નિફ્ટી આઇટી શેરોમાં 1.1 ટકાનો વધારો થયો હતો અને નિફ્ટી રિયલ્ટીમાં 1.2 ટકાનો વધારો થયો હતો.

Gujarati News by Taja Samachar : 111072421
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now