એમાં શું?
આડમ્બ અને અહેસાસમાં મોટો ફરક હોય છે,પ્રેમ વગર પ્રેમના પારણે ઝૂલવામાં શું ?
માનવુ જ હોય તો દિલથી માનો,મંદિર વગર ધર્મની ધજા ફરકાવવામાં શું ?
કૌશલ્ય બતાવવું હોય તો કાબિલ અને કુશળ આગળ બતાવોને,પ્રજ્ઞાચક્ષુને ખોટો પંત બતાવવામાં શું ?
મહેનત કરીને આમ્બી તો લેશો શિખરને,બીજા સમક્ષ બહાદુરાઈની બડાઈ કરવામાં શું?
હોય બળિયાે તો આવે મેદાનમાં,
દર્શક બની દેશને ધ્રુજાવવામાં શું?
- ધ્રુવિલ?