કલિયુગ ભલે એક સત્ર છે,
શાસ્ત્ર એ જ સદા શસ્ત્ર છે.
સાચવી જાણીએ આત્માને,
શરીર તો માત્ર એક વસ્ત્ર છે.
ભરી છે નીડરતા નસનસમાં,
હોસલા તો જાણે કે વજ્ર છે.
લડવું તો ફક્ત જીતવા માટે,
એ જ માત્ર જીતનો મંત્ર છે.
ન હારીશું કદી પણ 'અખ્તર'
માથા ઊપર ઇશ્વરનું છત્ર છે.
શૂભ સવાર?
D.s.jogi