D.s.jogi
*✍વિદેશ મા રહેતા માેટાભાગના ભારતીય લાેકાેની આ વાત છે.*
*પત્ની જ્યારે પણ વીક-એન્ડ આવે ત્યારે પૂછતી કે બોલો આજે જમવામાં શું બનાવું ?*
*પતિ ઓલવેઝ સામે પૂછતો: તું શું જમાડે છે ?*
*આના સંદર્ભમાં એક સરસ કવિતા છે,*
*મારા વીક-એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?*(2 વાર)
*સાત પકવાન ફ્રિજમાં સૂતા છે,
કહો તો તેને જગાડું..*
*મારા વીક-એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?*
*સોમવારની સબ્જી પડી છે,
ને મંગળવારના મૂઠિયાં -*
કહો તો તેને બહાર કાઢીને માઇક્રોવેવમાં ગરમાડું...*
*મારા વીક-એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?*
*બુધવારની બિરિયાની પડી છે,
ને ગુરુવારના ગોટા -*
કહો તો તેને બહાર કાઢીને ફરી નવા તેલે તળાવું...*
*મારા વીક-એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?*
*શુક્રવારનો શીરો પડ્યો છે,
ને શનિવારના શેવલા -*
કહો તો તેને બહાર કાઢીને ફરી નવા ઘીએ તસળાવું...*
*મારા વીક-એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?*
*રવિવારે તો મંદિરે જમ્યા’તા,
રવિવારે ન વધે કાંઇ -*
કહો તો મંદિર દર્શને જઈએ
ત્યાં કરીએ પરબારું ...?*
*મારા વીક-એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ???*