તું બઉ મહત્વની છે મારા માટે...
આમ તો તારા માટે લખું એટલું ઓછું છે અને તે જે ફાળો મારા માટે આપ્યો છે એ બદલ શબ્દો નથી તેમ છતાં કોશિશ કરું છું ..
તું મારી બાળપણ ની સખી છું...
આમતો આપડો રિસ્તો સખીથી પણ વિશેષ છે..
યાદ છે તને હું હેરાન કરતી..
આજે હું એ વાત યાદ કરું છું તો મને એવું થાય છે કે મારે એવું નતું કરવા જેવું...
પણ સાચું કાઉ આજે એ વાત મારા ઉપર આવી જાય તો મને મારી હરકત યાદ આવી જાય છે... સોરી તે વાત માટે. ..
તે મને કાયમ સાથ આપ્યો...સાચી સલાહ આપી..અને મુસીબત માં કીધું "હું છું ને". .અને આ એક વાક્ય મારું બધું દુઃખ ભુલાવી દે ...
તને હું બઉ જલ્દી ખોઈ દઈશ...અને હું એ દિવસ ક્યારેય નથી ઈચ્છતી...તું ગમે ત્યાં જતી રે બસ આવીજ રીતે ખુશ રે અને મારી જીંદગી ની પહેલીઓ બુજાવતી રે ... લવ યુ યાર...
કોઈ બીજું છે નઈ જેને હું પત્ર લખું...તો વિચાર્યું લાવ આજે તું એક વર્ષ વધારે બુઢ્ઢી થઈ જ ગઈ છું તો લખી જ દઉં...
તારી પ્રિય....."નાલાયક"