સવાલોના પણ સવાલ કરે છે,
આ જિંદગી કેવો વ્હાલ કરે છે.
સારું થજો છે આ રૂમાલ કે,
જે આંસુનો થોડો ખ્યાલ કરે છે.
ભીતર સાચવી બેસાડ્યા જેમને,
એ ભીતર જઈને ધમાલ કરે છે.
સાચવતી નથી બધી એની માંગણીઓ,
પછી લાગણીઓ કેવી બબાલ કરે છે.
હસતો રાખવો પડે છે ચેહરો કલારૂપ
ભલે લોકો કહે કે બહુ કમાલ કરે છે.
~ કમલેશ નાડીયા "કલારૂપ"