છલોછલ લાગણીઓમાં ડુબીને મર્યો છું..
એમ નથી કે ફક્ત હું ખાલી ખાલી મર્યો છું..
જીવાય ગયું આખું જીવન ભૂલથી અમસ્થા જ..
બાકી નાવ માં તો ફક્ત ખાલી ખાલી જ તર્યો છું..
લાગી આવ્યું માઠું આજે હવાને પૂછી જો ખબર
રોજ સ્પર્શ કરે છે તને છતાં હજી સુધી જીવ્યો છું..
અને જો આવે મારી યાદ તો કરી લેજે યાદ..
બાકી હું તો સઘળું જીવન તારામાં સર્યો છું..
વેદનાનો કાઢ્યો છે આજે વરઘોડો
તું આવી જા !! આજે અવસર સારો મળ્યો છે.
આવીને ઉભી છે અંતિમ ક્ષણ બારણે "આભાસ.."
આ ક્ષણે પણ તારો જ પ્રસંગ નડ્યો છે....
@ઉમેશ