નિયતિ - ક્રિષ્ના ની નિયતિ
પાર્થે કર્યો હતો પ્રેમ ક્રિષ્ના ને
ક્રિષ્ના એ નિભાવી મિત્રતા પાર્થની
પણ મુરલી આવ્યો હતો
એક નવી સવારે સાથે ક્રિષ્ના ના જીવનમાં
ઇજા થઈ ક્રિષ્ના ને
ત્યારે દુઃખ થયું પાર્થને
પણ તકલીફ થઈ મુરલી ને
એક ક્ષણે બદલી નાખી
જિંદગી ત્રણેય ની
ક્રિષ્ના બંને ની પાસેથી
જતી રહી થોડી દૂર
ક્રિષ્ના આવી પાછી
ક્રિષ્ના એ પસંદ કરી
દીધી હતી તેની નિયતિ ને
મુરલી સાથે પ્રેમ નિભાવા માટે
સંબંધ માં ક્રિષ્ના બંધાઈ
મુરલી ની સાથે કરી લગ્ન
મુરલી જાણતો હતો
ક્રિષ્નાને ખબર હતી
તેમનો સાથ હતો
ખૂબ જ ટૂંકા સમય માટે
ક્રિષ્નાએ કર્યું મિલન મુરલી સાથે
ખૂબ ક્ષણિક સમય માટે
ક્રિષ્ના ગઈ મુરલીને છોડી
મુરલીને પોતાનો અંશ આપીને
ક્રિષ્ના જ્યારે ગઈ મુરલીને છોડીને
પણ પરત આવી ક્રિષ્નાપ્રિયા બનીને
ક્રિષ્ના જીવિત રહેશે હંમેશા
મુરલીની યાદો અને ક્રિષ્નાપ્રિયા માં
આ કવિતા નિયતિ કાપડિયા ની નવલકથા
'નિયતિ:મુરલી અને ક્રિષ્નાની અદભુત પ્રેમકથા'
પર મેં લખી છે.
- અવિચલ પંચાલ