રડતી આંખો ની અંદર ઉતરવું પણ પડે
આંસુ કેમ નીકળ્યા એ જોવું પણ પડે
જવાબદાર નથી હોતો દરિયો હંમેશા સુનામી માટે
ક્યારેક આંખો માં પણ સુનામી જોવી પડે
સમય ની સાથે સઘળા સંબંધો બદલાય છે
સમય કહે મારી સાથે બધા પણ બદલાય છે
ક્યારેક બંધ દીવાલે કોઈ છાનું રડતું હશે
રડતી આંખો ના ઉજાગરા પણ જોવા પડે
સબંધે સંબધે અહીં ફુટપટ્ટી મપાય છે
જ્યાં મપાય છે ત્યાં જ ઘણું કપાય છે
-મેહુલ દુસાને