English Quote in Good Night by Jimmy Jani

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક બિલાડી 'મારી'

લગભગ રાત ના ૮:૩૦ થયા હતા. હુ હવે કયા ટોપિક પર લખી શકુ એ વિચાર મા વ્યસ્ત હતો. ત્યા જ એક બિલાડી ઘર મા આવી.

બિલાડી રોજ આવે જ છે દુધ પીવા એતો ખબર હતી પણ ફક્ત મારા એકલા ની હયાતી મા પેહલી વાર આવી હશે. હુ એને દુધ આપવા ઊભો થયો. કેટલુ પીવે છે એ માપ ની તો મને ખબર ન હતી.
પણ મે અંદાજો લગાવી મોટો વાડકો ભરી ને આપી દીધુ. ભોજન હવે મળશે જ એવો ભાવ એના મા જોયી શકાતો હતો. પોતાની નિર્દોષતા ની સાબિતી એને મારા પગ પર આડોટિ ને આપી પણ દિધી. પછી મે એની બાજુ મા બેસી ને એને જોયા કર્યુ. કદાચ પેહલી વાર મે કોઇ અબોલા જીવ ને અામ ઉત્સુકતા કે આનંદ થી પોતાનુ ભોજન આરોગતા નિહાળ્યુ હશે.

કોઇ આવતુ તો નથી ને કે મળેલા ભોજન મા ભાગ તો નહી પડે ને કદાચ એ મનોવ્યથા સાથે એ દર ૫-૭ સેકન્ડ બાદ આજુ બાજુ જોયા કરતી.
મને લાગ્યુ કે કદાચ દુધ ખુટશે પણ એને આવેલો ઓડકાર સાંભળી હુ અચરજતા થી મન મા હસ્યો અને બોલ્યો કે ચલો મારો અંદાજો એની ભુખ કરતા વધુ જ નિકળ્યો. અને પછી એના માથે હાથ ફેરવી હુ પાછો મારા કામ પર લાગી ગયો.

English Good Night by Jimmy Jani : 111071734
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now