ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.

ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ.

કોણ હવે સાચવશે મુજને,
હું દોસ્તીનો હડસેલો છુ.

ખબર નહી ક્યારે ફૂટી જઈશ,
ફુગ્ગાની જેમ ફૂલેલો છુ.

થોડો ઢાળ મળે, વહી જઈશ,
વહેતા પાણીનો રેલો છુ..

કોઈ પૂછે મારે વિષે,
તો કહેજો કે બહુ ઘેલો છુ.

છુ હમસફર ઘણાનો, કેમકે,
બેગ છુ, બિસ્તર છુ, થેલો છુ.

સાંભળવાનો મોકો જો મળે,
તો સાંભળજો, ભલે છેલ્લો છુ.

સાવ અનોખી વાત લઈને,
હું ય લાઈનમાં ઉભેલો છુ....

#અજ્ઞાત

English Good Night by Harshil Patel : 111071590
Harshil Patel 8 year ago

આભાર. અર્પિતભાઈ.

AJ Arpit 8 year ago

સારું સાહિત્ય શેર કરવા બદલ પણ આભાર તો માનવો જ રહ્યોંને !@હર્ષિલ

Harshil Patel 8 year ago

આભાર. પણ આ લખાણ મારું નથી. મે તો ફક્ત શેર કર્યું છે.

AJ Arpit 8 year ago

દોસ્ત, બહુ મસ્ત !!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now