હું નાં રહ્યો હું.....
મારા જ નામનું મેં આજે નાહિ લીધું,
કાલનું સઘળું પાણીમાં વહાવી દીધું.
રોજ એક જેવી જ સવાર કે સાંજ નથી હોતી,
માણસ એક જેવો જ હોય હંમેશ એવું કોણે કીધું?
ભવિષ્યની ચિંતા ને વર્તમાનનું દુઃખ ભૂલાવવા,
પીપરમિન્ટની જેમ ભૂતકાળને વાગોળી લીધું.
ભૂતકાળને વાગોળવાથી કંઈ વળવાનું નથી,
ભવિષ્યમાં તું મળીશ નહીં એવું કોણે કીધું?
માનવ છું ઈશ્વર બનતા ડરું છું એટલે,
રોજ પથ્થરોની સામે શીશ ઝુકાવી દીધું.
તારી એ ખૂબી છે કે મારી એ ખામી છે,
બહુયે ના કહી દિલે છતાં જીગર તને સોંપી દીધું.
-જીગર બુંદેલા