હંમેશા આમ જ કેમ થાય ?
જ્યારે સજાવ્યા સપના તૂટી જાય
રગરગમાં દોડતું લોહી આમ જ થીજી જાય
હૃદય રુએને આંખ છલકાય જાય
હંમેશા આમ જ કેમ થાય?
જેને હમેશા સાથે રાખ્યા હોય એ જ છૂટી જાય
જેને માટે દિલ ધડકતું હોય એને તે જ તોડી જાય??
રાત આખી રડેલ આંખો આખા ગામને દગો આપી જાય ...
હંમેશા આમ જ કેમ થાય?
આમ તો કોઈથી ભરમાયા ના હોય
કુદરત પણ જેના સ્મિત આપી હરખાય હોય
એનું જ સ્મિત ક્યાં નસીબે કઇ ગલીમાં ખોવાય જાય..
હંમેશા આમ જ કેમ થાય??
જ્યાં ભરોસા ખુદના પણ ના કર્યા હોય
ત્યાં શ્રદ્ધાઓ ભળી જાય...ને એ તૂટે..
ત્યારે સપનાની રાખ કોઈની
ને તાજમહાલ કોઈક બીજું સજાવી જાય
હંમેશા આમ જ કેમ થાય????