રાતનો નહી ના દિવસનો નહી ના ટાઢનો નહી ના તાપનો નહી,
ભય મને મારા વિના કશીયે વાતનો નહી.
ફૂલ સુંધ્યાની હૃદયને થઈ સજા એવું ન બોલો,
મૂળમાં તો દોષ છે એનો આમાં નાકનો નહી.
થડ કહે કઈ રીતે સગપણ રાખું એની સાથે,
એ હવે હાથો પરનો છે આ ઝાડનો નહી.
દૂબળાં માટે તો પેલો દેવ પણ છે ઘાત જેવો,
એને પણ બલિ કોઈ બકરાનો ચડે છે વાઘનો નહી.
-- અનિલ ચાવડા