Gujarati Quote in Whatsapp-Status by Bhamro

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવે ઘણું યાદ
------------------

આવે ઘણું યાદ મને '' બેના '' તારું
'' ભાઈ '' કહી ને બોલાવું,
જૂઠો ગુસ્સો દેખાડવો ને મંદ મંદ હસાઁવવું.

સમજે મારી બધી તકલીફ ને નીકાડે એમાંથી મુજને,
હોવ હું માયુસ તો દુનિયાદારી મને સમજાવે.
તારું લઢવું ઝઘડવું ને જતાવી મુજ માટે હમદર્દી,
થોડી શું થાય ભીની પાંપણ ને રૂમાલ લઈ આવે.
આવે ઘણું યાદ મને '' બેના '' તારું
'' ભાઈ '' કહી ને બોલાવું,

સાંજ ઢળે મેસેજમાં કરે વાતો ને કૈંક નવું જણાવે,
સાંભળી મૂર્ખામી મારી એનું જોરથી મુજ પર હસવું,
હરેક ભૂલ પર ગુસ્સો કરવો ને સમજાવે પ્રેમ થી,
કોઈ ન તુજથી વ્હાલું હવે મને સમજાણું,
રાખડી મોકલી જોજન દૂરથી વરસાવ્યો પ્રેમ હેત ભર્યો,
માખણ જેવી આંગળીથી લખી નામ કુરિયર મોકલાવું.
આવે ઘણું યાદ મને '' બેના '' તારું
'' ભાઈ '' કહી ને બોલાવું,

મીઠાઈ થી વધુ મીઠી વાતું અને દિલ થી દીધી દુવા મુજને,
સ્નેહ ભરી રાખડી તારી મારા હાથે મારે જાતે બાંધવું,
ક્યારેક તારું મોટા ભાઈ બનવું તો ક્યારેક અજીજ દોસ્ત,
હરપળ હૈયામાં વસી તું, ને મને યોગ્ય રસ્તે વાળવું,
હતો હું તો ભાટક્તો અંધારી એકલતા ની રાતોમાં,
જ્યાં થાઉં હું દુખી તો તારું ખુશીયા લઈ ને આવવુ,

આવે ઘણું યાદ મને '' બેના '' તારું
'' ભાઈ '' કહી ને બોલાવું,

હા, તારાથી તો શીખ્યો છું સઘળું જીવનમાં,
હોવ ભલે દુખી પણ બીજા ને ખુશ રાખવા હસવું.
કહે છે મન મારું ના તુજથી વિશેષ કોઈ માહરુ,
રટ્યા કરે રૂહ હવે તુજને યાદ કરી નામ તાહરૂ,
છે ઘણા અહેસાન તારા મુજ પર એ ક્યારેય ન ભૂલાવું.
છું લાગણીશીલ ભમરો બસ એક ખ્વાઇંશ બેના ને મનાવું,

આવે ઘણું યાદ મને '' બેના '' તારું
'' ભાઈ '' કહી ને બોલાવું,

................ ભમરો...............

Gujarati Whatsapp-Status by Bhamro : 111071494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now