ધાર્યા કરતા વહેલી થઈ ગઈ,
જાત સદંતર મેલી થીગઈ.
મે હસવાનું શીખી લીધું,
દુનિયાને મુશ્કેલી થઈ ગઈ.
ઘેટાં પાછળ ઘેટાં ચાલ્યાં,
સમજણ સામે રેલી થઈ ગઈ.
બે ફળીયાએ પ્રેમ કર્યો તો,
વંડી માંથી ડેલી થઈ.
દર્પણમાં એવું શું જોયું કે
ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ.
ધાર્યા કરતા વહેલી થઈ ગઈ....
- મિલિન્દ ગઢવી