માતરુભારતીના એક લેખકે સાચી વાત રજુ કરીછે કે દરેક પિતાના મતે પોતાની એક દિકરીનું અભિમાન હોયછે. મારી..દિકરી એ મારું... અભિમાન.
પણ જયારે એજ તમારી દિકરી તમારી જાણ બહાર તેમજ કોઇ જ નાત જાત જોયા વગર પોતે બીજા નાતજાત વાળા છોકરાને પ્રેમ કરી બેસે છે તેમજ પછી તેનો પ્રેમ કયારેય સફળ નહી થાય તેમ માનીને પોતાના પ્રેમાળ માતા, પિતા, ભાઇ, બહેન ને હમેશાં છોડીને પેલા છોકરા સાથે ભાગીને કોર્ટ મેરેજ કરી લે છે ને ત્યારબાદ તે કયારેય પોતાના ઘરની સામું જોતી નથી ત્યારે તેના માતાપિતા ઉપર કેવી તકલીફો પડતી હશે તે છોકરી કયારેય વિચારતી પણ નથી..
સમાજમાં પણ લોકોનું ગમેતેમ તેના પિતાને સાંભળવું પડતું હોયછે પછી તેમને એક પોતાની દિકરી હોવાનો પણ મોટો અફસોસ થાયછે.
શું આજ પપ્પાની પ્યારી દિકરી! એકવાર આમ કર્યા પહેલા તેને જરાય વિચાર નહી આવ્યો હોય કે હું આમ કરીશ તો મારા પિતા ઉપર કે મારા નાના ભાઇ બહેન ઉપર શું તકલીફો પડશે! કેવી રીતે પછી તેઓ જીંદગી જીવી શકશે!
બસ પછી તો પિતાનું એક દિકરી હોવાનું અભિમાન ચકનાચૂર થઈ જાયછે.
કેવી હતી પહેલા એ મારી પ્યારી દિકરી!
ને કેવી થઈ ગઇ હવે...!
શું આવો પ્રેમ હતો દિકરીનો પોતાના પિતા ઉપર કે પોતાનો નજીવો સ્વાર્થ જોઇને પોતાના જ માવતર ને ભુલી ગઇ!
આમ છતાંય પણ માબાપ કયારેય પણ પોતાના સંતાનોને ખરાબ આર્શીવાદ નહીં જ આપે..
તે હમેશાં એમ જ કહેશે કે તું બેટા જયાં પણ હોય બસ ખુબ સુખી થજે, એવા આર્શીવાદ છે તને અમારા...
આને કહેવાય માબાપ.
સંતાનનું કયારેય તેઓ ખરાબ નહી વિચારે તે હંમેશા તમારું સારુ જ વિચારશે.
પહેલા ભગવાન એટલે જ આપણા માબાપ..પછી જ બીજા બધા....