શહેરનો એક મોટો ટ્રાફીકવાળો રોડ હતો બંન્ને બાજુથી વ્હીકલો આવન જાવન કરતા હતા સવારનો સમય હતો નોકરીઓવાળા પણ આવજાવ કરતા હતા ને કામ વગરના પણ આમતેમ આંટા મારતા હતા.
અચાનક એક કાર ત્યા રોડ ઉપર પાર્કીંગ માટે આવી પહોંચી તે કોઇ લેડિઝ ચલાવતા હતા તેમને તેમની કાર જરાક રોડ ઉપર બહાર પાર્ક મુ
કરીને જઇ રહ્યા હતા ને અચાનક ત્યાં ઉભેલ ટ્રાફિક પોલીસની નજર પડી પછી તેઓ પેલા બેનની આગળ આવીને નમ્રતાથી કહ્યુ કે મેડમ તમારી કાર રોડ ઉપર વધારેછે માટે જરા અંદરની બાજુંએ વધારે લઇ લો...
મેડમ થોડાક ગરમ સ્વભાવના હતા તેમને આવું સાંભળવાની ટેવ નહી હોય તે તો તરત પેલા ટ્રાફિક પોલીસ ઉપર ગરમ થઈ ગયા ને તેને ગમે તેમ બોલવા લાગ્યા જાણે રોડ તેમની અંગત મિલ્કતનો હોય તેમને થોડીક ગાળાગાળી પણ કરી ને પોતાના હાથથી પોલીસને પબ્લિક સામે ધકકા પણ માર્યા હતા છતાંય પેલા પોલિસ
ભાઇ મેડમના ધકકા ખાતા ખાતા પણ શાન્તીથી તેમના કાયદા કાનૂન સમજાવી રહ્યા હતા તેમ છતા પણ મેડમ કંઇ પણ સમજવા તૈયાર ના હતા પછી આવતા જતા લોકો પણ ભેગા થતા ગયા તે પણ બધા જ પેલા મેડમ તરફ બોલવા લાગ્યા કે મેડમ સાચાછે પોલીસની તો ખોટી દાદાગીરીછે
પોલિસે તો પહેલેથી એક ફોન તેના પોલીસ સ્ટેશને કરી જ દીધો હતો એટલે બીજી પોલિસ થોડાક જ સમયમાં તયાં આવવાની હતી અહિં હવે લોકોનું ટોળું વધારે ભેગું થવા લાગ્યુ તે જોઈ ને પેલા મેડમ પણ ફોમમાં આવીને વધારે બોલવા લાગ્યા જાણે પોલીસવાળો ભાઇ મારાથી ડરી ગયો લાગેછે...
બસ અચાનક સાઇરન મારતી પોલીસવાન આવી પહોંચી બધાના જ હાથમાં દંડા હતા બસ ટોળું આ લોકોને જોઇને દોટ મુકીને ભાગી ગયું ને પેલા એકલા મેડમ પકડાઈ ગયા. પછી તો ત્યાં સાથે આવેલ મહિલા પોલીસે પેલા મેડમને ધકકા મારી મારીને તેમજ તેમના વાળનો ચોટલો ખેંચી ને વાનમાં ચઢાવી દીધા થોડોક માર પણ મેડમે ખાવો પડ્યો
તેમનું અભિમાન હવે બિલકુલ હતું નથી છોડવા માટે તેઓ રડતા રડતા દયાની ભીખ માંગતા હતા..મને છોડી દો મને છોડી દો..
પણ તેમને ખબર નથી કે આ આવતા જતા લોકો નથી પણ એક ગુજરાતની પોલીસ છે. પોલીસને ગાળ આપવી... તેમને મારામારી કરવી...
એ મોટો ગુનો બને છે.
આપણે લાખ્ખોપતી હોઇએ પણ એકવાર ગુનેગાર બન્યા પછી તેમની સામે એક ગરીબની જેમ લાચાર બની જઇએ છીએ.
કાયદો હાથમાં કદી ના લેવો
જો મેડમે નમ્રતાથી ગાડી ખસેડી લીધી હોત તો આ દશા તેમને ના આવી હોત. પણ આપણે ઘણીવાર આપણું ઘમંડ લોકોને બતાવીએ છીએ
કે હું કોણ...એક લાખ્ખોપતિની એકની એક છોકરી! ઓળખો છો મને!
પણ બાંન, આપણું ઘમંડ ફકત આપણા ઘરમાં જ ચાલે પણ પોલીસવાળાઓની સામે કયારેય ના ચાલે.
વાણી ને વર્તનમાં આપણે સુધારો લાવવાની જરુર છે.
શું ઇજ્જત રહી પેલા મેડમની બધાની સામે માર પણ ખાવો પડ્યો ને પોતાની એક ઇજ્જત પણ લોકોની સામે ગઇ એ જુદી.
કાયદા સામે સ્ત્રી ને પુરુષ એક સરખા જ હોયછે.
કાયદામાં કયારેય દયા, રહેમ, લાગણી, જેવા શબ્દોને સ્થાન નથી.