*જાણ્યું - અણજાણ્યુ જ્ઞાન*
✍? રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
*શ્રી ગુરુ નાનજી*
✍? વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
*મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર*
✍? શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
*શાંતા-ઋષ્યશૃંગ*
✍? એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
*આદિગ્રંથ*
✍? શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
*સોમવતી-શાંતનુ*
✍? અનુષ્ઠાન એટલે શું?
*કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*
✍? ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
*શિવ*
✍? કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
*શંબરાસુર*
✍? શબરીનું સાચું નામ શું હતું?
*શ્રમણા*
✍? રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
*રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી*
✍? પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
*વડ,પીપળો,આંબલી, બિલી, અશોક*
✍? સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
*રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯*
✍? બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?
*તાટકા અને સુંદ*
✍? લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
*લંકિની*
✍? મંદોદરી કોની પુત્રી હતા?
*માયાસુર*
✍? મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
*ઔષધિપ્રસ્થ*
✍? રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
*પ્રાકૃત*
✍? સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
*વેદવતી*
✍? રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
*રઘુકુલ રીત સદાચલી આઈ*
✍? ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
*માંડવી અને શ્રુતકીર્તિ*
✍? વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
*વરસાદ-ચાસ*
✍? સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
*લવ-કુશ*
✍? સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
*ઋક્ષરજસ*
✍? ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
*દંદુભી*
✍? લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
*ત્રિકુટ*
✍? હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
*મકરધ્વજ*
✍? સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?
*૯૨૨૮*
✍? રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
*સરયૂ નદીમાં જળસમાધિ*
✍? અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?
*ત્રીજય*
✍? રાવણના માતા-પિતા કોણ હતા?
*કૈક્સી-વિશ્ર્વા*
✍? ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
*યુધાજીત*
✍? વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
*૨૪,૦૦૦*
✍? સીતાજીના માતાજીનું નામ જણાવો?
*સુનયના*
✍? સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?
*પીનાકપાણી*
✍? વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
*તપ*