અમારી જાત કરતા વધુ તું વ્હાલી લાગે છે,
કે તું ચાલી આવ વિના તારા અહી બહુ ખાલી લાગે છે.
ધરા આખી ઠંડી અને ભીની ભીની બની ગઈ છે,
ફૂલો પર સ્પસ્ટ પગલાં છે કે ઝાકળ ચાલી લાગે છે.
ફીદા થઈ તમારા પર ફરી મરવાની ઇચ્છા છે,
ફનાનો ફણગો ફૂટયો છે કે ફાગણ ફાલી લાગે છે.
સવારે હાથ મારો આ ધ્રૂજે છે કારણ એનું એ,
ફરી સપનામાં તે મારી આંગળી ઝાલી લાગે છે.
વહે છે લોહીની ધારા અમારા હોઠથી કાયમ,
આમારું સ્મિત એવું છે કે જગતને લાલી લાગે છે.
તું ચાલી આવ વીના તારા અહી બહુ ખાલી લાગે છે....