તું અંહિંથી જતી રહીને વર્ષો થઈ ગયા
મને હજી ઝાંઝર ઝણકાર સંભળાય છે
હતા છેલ્લા શબ્દો તારા આય અેમ સોરી
માફી આપી હજું મારું હ્રદય કરમાય છે
જન્મદિનનાં ચોકલેટનો સ્વાદ જતો રહ્યો
પાકિટે પ્લાસ્ટિક આજે પણ સચવાય છે
પાગલ કરતી સો ગીતોની અેક સ્મિત તારી
મજાક લાગતી આ વાતો કોને સમજાય છે
પ્રથમ પ્રેમની નિષ્ફળતા તો સૌ કોઇને ભેટે
જીવન ભુંસાઇ ત્યાં સુધી ભેટ ક્યાં ભુલાઇ છે
તું અને તારી વાતો રેડિયો પર સાંભળી
વિખરી પડેલી પળો ક્યાં ફરી સંધાય છે
માહિ અડધી જીંદગી તો પુર્ણ થવા આવી
બચેલ જિંદગીઅે મારા ધબકારા ગભરાય છે
પવાર મહેન્દ્ર
૩૦/૧૧/૨૦૧૮