*-::::::::::-*
આજે સપનાઅોમાં ય વહેમ છે
ભોળી આંખોમાં ય જહેર છે
*-:::::::::-*
કોઇની ખુશી સહેવાતી નથી
દુ:ખનાં પડિકા વહેંચવા જાય છે
*-:::::::::-*
આંગળી ચીંધવા કરે પહેલો વારો
સ્વંય પર ઉઠી તો લાવારસ ઝરે છે
*-::::::::::-*
ભુલોને સાફ નહિં કોઇને માફ નહિં
મંદિરે હાથ જોડી માફ કરજો રટે છે
*-::::::::-*
મંદિેરો મસ્જિદનાં ઇશ્વર તો છે કુબેર
માહિ ગરીબોને લૂટી દાન કરવા જાય છે
પવાર મહેન્દ્ર
૧૮/૧૨/૨૦૧૮
.