English Quote in Song by Pranali Anjaria

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

           નસીબ લઈને આવે છે દીકરી, ખુશનસીબ તમને    
           બનાવે છે દીકરી.
           ઘર ને શણગારે છે દીકરી , વહાલ ભરપૂર વહાવે છે
           દીકરી .
           વ્યવહાર સઘળા સાચવે છે દીકરી, તહેવાર બઘા
           ઉજાળે છે દીકરી.


              સુવાસ સઘળા ઘર મા ફેલાવે છે દીકરી,
              નામ કુળ નું ઉજાળે છે દીકરી .
              નીત નવાં નવાં વ્યંજન પ્રેમે જમાડે છે દીકરી
            દીકરો કુળદિપક તો આખી દિપમાળ છે દીકરી.

           
           સેવા કરે,  ફરજ ન ચૂકે  કદી દિકરી,
           મમતા- કરુણા આંખો મા આંજે  છે દીકરી.
           પ્રેમ ની સાંકળ છે દીકરી,  પરોઢ ની ઝાંકળ છે
           દીકરી.
      
           
             ખળખળ વહેતું ઝરણું છે દીકરી
             સાત સૂરો નો સંગમ છે દીકરી
             જીવન કરે આબાદ , ઈશ્વર નો પ્રસાદ છે દીકરી


              કાદવ મા જેમ કમળ ખીલે,  તેમ અવિરત વિકસે છે
              દીકરી .
             એક ફૂલ નહિ, પણ  સુગંધી ફૂલોનો હાર છે દીકરી
            તોરણ બની ને ઘર નું આંગણુ શોભાવે છે દીકરી.

           
             સંબંધો ને એક તાંતણે બાંધે છે દીકરી
             પરિવાર ની દુઃખ ની તિરાડ સાંધે છે દીકરી
             માતા નું આંખ નુ નૂર છે દીકરી, પિતા ની
              કાળજાની કોર છે દીકરી .
              આંગણા ને મહેકાવે તે મોગરવેલ છે દીકરી.

               પુત્ર તો મૃગજળ સમાન,  અમૃતજળ બની
                ને આવે છે દીકરી.
               દીકરી હોય  જેના આંગણે તે ભવસાગર તર્યો,
               કોઇ કહે સ્નેહ નું આકાશ છે દીકરી,
              કોઇ કહે વહાલ નો દરિયો છે દીકરી.
 

              સમય આવે આંગણે થી વિદાય લે છે દીકરી,
              મીઠી યાદો છોડી જાય છે દીકરી ,
              પોતાના   સંસ્કાર થકી બન્ને કુળ દીપાવે છે દીકરી.
          
            


પ્રણાલી અંજારિયા



    

            
                      

          

English Song by Pranali Anjaria : 111070626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now