તારી આગળ મારી ઇચ્છા મે આ મૂકી... તારાથી જે થાય તે કરી લે.
સૂરજ સામે આંખ આમારી બે આ મૂકી.. તારાથી જે થાય તે કરી લે.
ધક્કા મારી મારી ને તે કિધૂતું કે અહીંયા કદી ના પાછો ફરતો, તે દીધેલી ધમકી ગજવે મે આ મૂકી.. તારાથી જે થાય તે કરી લે.
ડૂબી મારવા નથી નીકળ્યો લઈને હોળી દરિયા સમજી લેજે, છિદ્ર પડેલી હોળી તરતી લે આ મૂકી... તારાથી જે થાય તે કરી લે..
ઝાડ કહે એકજ તણખે આખું જંગલ ખાખ થશે, પણ જંગલ રચવા એક જ કુંપણ કાફી છે ને એ આ મૂકી... તારાથી જે થાય તે કરી લે.
- તેજસ દવે