લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રુપ જોયા છે
તમે એકલા સાને રડો છો સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે આતો સદા હસે છે
અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે
મંજીલ સુધી ના પ્હોચ્યા તમે એ વાત થી દુઃખી છો
અરે ચાલવા મળયો રસ્તો તમને એટલા તો સુખી છો
આપને છે ફરિયાદ કે કોઈને તમારા વિશે સુજયુ નથી
અરે અમને તો " કેમ છો ? " એટલુય કોઈ એ પુછયુ નથી
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો
આ જીંદગી જીવવા માટે છે આમ રોજ રોજ શાને મરો છો
આ દુનિયામાં સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે કયારેય રોઈ નથી
બસ એટલુંજ કહેવું છે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો....