એક પુસ્તકાલમાં બહુ બધી સૂચનાઓ હતી.
1) ટેબલ ખુરશી ખસેડવા નહિ.
2) મોબાઇલ નો ઉપયોગ ઓછો કરવો.
3) અવાજ કરવો નહિ.
4) પુસ્તકાલયના નિયમો પાળવા.
મે એક ઉમેરી
- ઉપરની સૂચનાઓનું પાલન ન કરો.
જે કરવું હોય તે કરો, પણ પહેલા પોતાના રસના વિષયના પુસ્તકને ખસેડો...
ક્યાં સુધી... કબાટથી હાથ સુધી, હાથથી આંખ સુધી, આંખથી મન સુધી, મનથી વિચાર સુધી & વિચારથી વ્યક્તિત્વ સુધી.....