Gujarati Quote in Blog by Ashok Vavadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મોજે -મોજ ભીતરમાં...!!!

થતી શ્વાસોની શાને આવ…જા તું શોધ ભીતરમાં,
મને લાગે છે એનો પણ હવે તો બોજ ભીતરમાં.

રખે એવી ય પરિસ્થિતિ ઊભી થઇ જાય, એ માટે,
તળેટી પણ છે ભીતરમાં, અને છે ટોચ ભીતરમાં.

કરે જાઉં કરાવે એમ આ સઘળી ય ક્રિયાઓ,
હું સેવક, ને બની બેઠો એ મારો બોસ ભીતરમાં.

હવે મુશ્કેલ મારી મૂળ સ્થિતિમાં પરત ફરવું,
ઉતારી દીધી છે દર્દોની એણે ફોજ ભીતરમાં.

પહેલાં શ્વાસ કે આત્મા છુટો પડશે શરત માટે,
પહેલાં તો ઉછાળો આવી કોઈ ટોસ ભીતરમાં.

નથી અવતરવું કે મરવું નથી હાથોમાં, સમજાયું-
પછીથી,માણું છું હું નિત્ય મોજે-મોજ ભીતરમાં.

કરું જો પાપ એક તો પુણ્ય દસ કરવા કરે મજબુર,
વળી કરતો તકાજો આવી રોજેરોજ ભીતરમાં.

– અશોક વાવડીયા

Gujarati Blog by Ashok Vavadiya : 111070394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now