એમની હા નથી અને ના જેવું પણ નથી.
પ્રેમમાં વધુ કંઈ સમજાય એવું પણ નથી.
બધા ફોટા રાખ્યા આલ્બમમાંને,
એમનો ફોટો રાખ્યો દિલમાં એવું પણ નથી.
ફૂલો બધા રહ્યા ફુલછાબમાં ને
એમનું રાખ્યું મેં કિતાબમાં એવું પણ નથી.
સુંદર છે સરળ છે સૌને ગમે પણ છે,
પણ સામે સુરજ ઝાંખો પડે એવું પણ નથી.
તેમ છતાં હું એમને અઢળક ચાહું છું ,
ને એમની હા નથી ને ના જેવું પણ નથી.
#MR