Gujarati Quote in Blog by Ashok Vavadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું જ તારણહાર છે....!!!!!





આખરે તો તું જ એ આખી કથાનો સાર છે,*


જીત છે તું હાર પણ, ને તું જ તારણહાર છે.





ભેદ સઘળા મેં બનાવ્યા આ જગતમાં ધર્મના,


શ્લોક તું, આયાત તું, ને તું જ તો નવકાર છે.





તું છે જડમાં, જીવમાં તું, તું કણેકણ વ્યાપ્ત છે,


તેજ તું, અંધાર તું, ને તું જ પાલનહાર છે.





તું સમય છે, તું પવન છે, તું જ પાણી છે અહીં,


તું જ છે આકારમાં, ને તું જ નિરાકાર છે.





તું છે પાલક, તું છે ચાલક, તું જ વિનાશક બને,


થઈ અણુ વિસ્તારવાને તું સદા તૈયાર છે.





યાર તું છે, પ્યાર તું છે,તું જ છે પરવરદિગાર,


તે છતાંયે કે ઘણો બેકાર, બેદરકાર છે.





– અશોક વાવડીયા

Gujarati Blog by Ashok Vavadiya : 111070135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now