Gujarati Quote in Thought by NIMIT OZA

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈચ્છાઓ કેરી ફોરવર્ડ થાય છે



વજન ઘટાડવાની અધૂરી ઈચ્છાથી લઈને કોઈ ગમતા પાત્ર સાથે સમય પસાર કરવાની ઝંખનાઓ સાથે ગયુ વર્ષ પૂરું થયું. થેન્ક ગોડ ! આ વર્ષમાં જેટલું ઈચ્છ્યું, એ બધું પૂરું નથી થયું. એટલું સારું છે કે ઈચ્છાઓ કેરી ફોરવર્ડ કરવા માટે કેલેન્ડરની સ્પેશીયલ પરમીશન નથી જોઈતી.

આ અધૂરપ, આ અપૂર્ણતા નવા કેલેન્ડર વર્ષમાં પણ આપણી સાથે રહેશે. સપનાઓ પૂરા થશે કે નહિ, એ તો ખબર નથી પણ સપનાઓ પૂરા કરવાની ઈચ્છા આપણી સાથે નવા વર્ષમાં પ્રવેશે, તો નવું વર્ષ મંગલમય જ હોય.

જે ક્ષણે બધું જ મળી જશે, એ ક્ષણ કેટલી ભયાનક હશે ? ત્યારે કશુંક પામી ગયાનો સંતોષ હશે કે હવે કશું જ પામવાનું નથી, એ વાતનો ખાલીપો ? સારું છે કે સપનાઓ જલદી પૂરા નથી થતા. કશુંક અધૂરું રહી ગયાની ભાવના જ જીવવા માટેનું બળ પૂરું પાડ્યા કરતી હશે. અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ લાંબો સમય જીવાડતી હોય છે.

જ્યાં સુધી ગૂગલ મેપ લઈને ભટક્યા કરીએ છીએ, ત્યાં સુધી જ સફરની મજા છે. જે ક્ષણે મંજિલ મળી જશે, એ ક્ષણે બધો જ રોમાંચ ઓસરી જવાનો છે. ઈચ્છાઓ પૂરી થવાની આશા ઈચ્છાઓ પૂરી થવા કરતા વધુ શક્તિશાળી હોય છે. થેન્ક ગોડ ! ઈચ્છાઓ કેરી ફોરવર્ડ થાય છે.

Gujarati Thought by NIMIT OZA : 111069599
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now