Gujarati Quote in Thought by નિશાન પટેલ સ્વાગત

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લીલાછમ ઘાસમાં વરસાદ વેરયાની ક્ષણ વચ્ચે પગરખાં શોધવામાં ખુલ્લાં પગે ચાલવાનું ચૂકી ગયો.

કૃત્રિમ દુનિયાની સોડમ લેવામાં ચોમાસામાં માટીની મહેક લેવાનું ચૂકી ગયો.

ફાસ્ટ ફૂડ ના ચટાકેદાર સ્વાદમાં લાડુનું જમણ ચૂકી ગયો.

કોંક્રિટ ની છત નીચે એલ.ઈ.ડી. ના પ્રકાશમાં નાલીયામાંથી આવતી ચાંદની ઝીલવાનું ચૂકી ગયો.

સોશ્યલ મીડિયામાં ચેટ કરવામાં મિત્રો સાથે ઝાંપાની મહેફિલ ચૂકી ગયો.

મતલબી સંબંધ કમાવવામાં સાચા સંબંધ નિભાવવાનું ચૂકી ગયો.

પૈસાની ઇમારત ચણવામાં પ્રામાણિકતાનો પાયો ચૂકી ગયો.

હવે તો બસ રખડું છું સંસારમાં કેમ કે,..
બીજાનો બનવામાં ને બનવામાં હું મારો બનવાનું ચૂકી ગયો.

- નિશાન

Gujarati Thought by નિશાન પટેલ સ્વાગત : 111069570
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now