Gujarati Quote in Good Morning by Amita Patel

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિય એકવીસમી સદી,

18વર્ષ પૂરાં કરવાં બદલ ખૂબ ખૂબ અભિનંદન. Welcome to the world of maturity !!

જુવો , તને હવે 18 પૂરાં થયાં. તો હવે તારું બાળપણ પૂરું ને તું adult બની !! તો મહેરબાની કરી ને ઠરેલ બનજે. છાકટી થઈ ને બસ, લાયસન્સ ની છૂટ મળી એટલે ભૂકંપ, સુનામી,દુકાળ કે અતિવર્ષા ના ચલાવતી.૧૮ થતાં થોડી જવાબદારી પણ લેવી પડે તો જરા સમજદારી દાખવજે ને લોકો માં પ્રેમ, કરુણા અને દયા નો સાગર ભરજે.

અમે તો તને જન્મી ત્યાર થી જ જોઈ છે, રડતી,હસતી, રમતી, ભાગતી, દોડતી.. પણ હવે જ્યારે ૧૮ પૂરાં થયાં ત્યારે થોડી mature થજે, પણ બદલાતી નહિ ,ભોળી જ રહેજે બાળક ની જેમ,કારણ કે તું તો એકદમ મસ્ત ને મોહક છે.. wonderful છે.. તેં ટેકનોલોજી થી માંડી ને કેટકેટલી સોગાતો આપી છે, જેના અમે આભારી છીએ.

રોજ કરજે આનંદ ને બસ , આપજે ખુશીઓ ની પળો,
માણી લે તું પણ 19 મું વરસ, ઉડાડ મસ્તી નો છોળો !!

Gujarati Good Morning by Amita Patel : 111069278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now