નસીબ તો આ વર્ષ પણ નબળા રહ્યા
તકલીફો ના ખાડાઓ પણ વચ્ચે પડતા રહ્યા
છતાંય અમે ના પાછળ હટતા રહ્યા
ને હિંમત કરીને સામે લડતા રહ્યા
જેટલી એનાથી દુર જવાની કોશિશ કરતા રહ્યાં
એટલા નજીક અમે દિલ થી થતા રહ્યા
દુઃખ એ વાત નું છે કે અમે એના માટે રડતા રહ્યા પણ
ખુશી એની છે કે એનાથી વધુ પ્રેમ કરનાર મને મળતા રહ્યા
હવે હિસાબ કરવો છે નિરાંતે રાતે કે
કેટલા આ વર્ષે પોતાના થઈ દૂર થતા રહ્યા ને
કેટલા પરાયા હોવા છતાં પોતાના બનતા રહ્યા
છેલ્લે એટલુંજ કહીશ કે
આજ 18 મુ પૂરું થઈ જશે ને 19 મુ ચાલુ થઈ જશે કાલે
પણ અમુક લોકો વગર તો જિંદગી ભર નહિ ચાલે..