Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાતઃ ભચાઉ તાલુકાના મોટી ચીરઇ સામે ઓવરબ્રીજ પર ગઇકાલે ભચાઉથી મીઠું ઓવરલોડ ભરીને નીકળેલા ટ્રેઇલરનું ટાયર ફાટતાં તે પલટી બીજી સાઇડમાં ફંગોળાતાં ગાંધીધામ બાજુથી આવતા ટ્રેલર અને પલટી ખાઇ ગયેલા ટ્રેલરવચ્ચે ભુજના કબરાઉ મોગલધારના દર્શન કરી જઇ રહેલા પરિવારની કાર બે ટ્રેલર વચ્ચે દબાઇ જતાં આ અકસ્માતમાં 10 મોત નિપજ્યા હતા અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રાષ્ટ્રીયઃ દિલ્હી-NCR સહિત ઉત્તર-પશ્વિમ ભારતમાં ઠંડી દિવસે દિવસે નવો રેકોર્ડ બનાવી રહી છે. જેને જોતા હવામાન વિભાગે ઉત્તર ભારતનો પણ રેડ એલર્ટની શ્રેણીમાં સમાવેશ કરી તંત્રને ચેતાવણી આપી છે. પંજાબનાં આદમપુરમાં શનિવારે સવારે તાપમાન માઈનસ 1.7 ડિગ્રી હતુ. આ ઉપરાંત રાજસ્થાનનાં પાંચ શહેરોમાં પણ પારો શૂન્યની નીચે પહોંચ્યો હતો. શનિવારે દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 2.6 ડિગ્રી નોંધાયુ હતું. આ ઉપરાંત છેલ્લા 10 વર્ષોમાં સૌથી નીચું તાપમાન 30 ડિસેમ્બર,2013એ 2.4 ડિગ્રી નોંધાયુ હતુ.

આંતરરાષ્ટ્રીયઃ પાકિસ્તાન રશિયા પાસેથી 600 ટેન્ક ખરીદીને LOC પર તહેનાત કરવાનું વિચારી રહ્યું હોવાનો ઇન્ટેલિજન્સને એક અહેવાલ જણાવે છે. ટેંક સિવાય પાકિસ્તાની સેના ઈટલી પાસેથી 245 150એમએમની એસપી માઈક-10 રાઈફલ પણ ખરીદશે. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન રશિયા પાસેથી શસ્ત્ર ખરીદવા સિવાય સંયુક્ત યુદ્ધઅભ્યાસ પણ કરી ચુક્યુ છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે.

રાષ્ટ્રીયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત 2004ના સુનામીમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આંદામાન-નિકોબાર પહોંચ્યા હતા. મોદી આજે કેન્દ્ર શાસિત સ્થિત દ્વીપોનાં નામ બદલવાની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત રાજ્યનાં 7 મેગાવોટનાં સૌર પાવર પ્લાન્ટ અને સૌર ગામનું પણ લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝનાં આઝાદહિંદ સરકારનાં ગઠનની જાહેરાતનાં 75માં વર્ષે પોર્ટ બ્લેયરના સાઉથ પોઈન્ટમાં ત્રિરંગો ફરકાવશે. સાથે જ મરિના પાર્ક સ્થિત તેમની મૂર્તિ પર પુષ્પાંજલિ આપશે.

મૃણાલસેનનું નિધનઃ ભારતીય સિનેમાને વિશ્વસ્તરે મૂકી આપનારા આવા જ એક અગ્રિમ હરોળના સર્જક મૃણાલ સેનનું ગઇકાલે, 30 ડિસેમ્બરે 95 વર્ષની વયે નિધન થયું હતું.

ગુજરાતઃ ગુજરાતમાં આજે ઠેર ઠેર ન્યુ યર સેલિબ્રેશન કરાશે ત્યારે ગુજરાત પોલીસે અનિચ્છનીય ઘટના ન બને તે માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં અમદાવાદ પોલીસે પણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન 1006 કેમેરાથી સર્વેલન્સ દ્વારા આવારા તત્વોને પકડવામાં આવશે. તેમજ નશા ખોરો પર કાબૂ મેળવવા માટે 1000 બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસ શહેરભરમાં ચેકીંગ કરશે. માત્ર એટલું જ નહીં, 1000 બાઈક દ્વારા પોલીસ પેટ્રોલિંગ તથા સી.જી.રોડ પર 20 અને એસ.જી.હાઈવે પર 28 વોચ ટાવર પણ ઉભા કર્યા છે.

આંતરરાષ્ટ્રીયઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગે રવિવારે બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં સતત ત્રીજી વાર જીત મેળવી છે. અખબારી અહેવાલોના અનુસાર અવામી લીગે 300માંથી 260 બેઠકો પર જીત હાંસલ કરી છે. તેના મુખ્ય સહયોગી પક્ષ જતિયા પાર્ટે 21 બેઠકો મળી છે. તેમજ મુખ્ય વિરોધ પક્ષ એનયુએફ અને તેના સહોયગી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને ફક્ત સાત બેઠકો પ્રાપ્ત થઇ હતી.

રાષ્ટ્રીયઃ લોકસભામાં પસાર થઇ ગયેલા ત્રણ તલાક સાથે સંકળાયેલા નવા ખરડાને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવનાર છે. ભાજપ અને કોગ્રેસે પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને હાજર રહેવા માટે જણાવ્યું છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ મુસ્લિમ મહિલા ખરડો રજૂ કરશે.

માર્કેટઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફેડરલ રિઝર્વ વચ્ચે તણાવ ઓછો થતા અને અમેરિકા અને ચાઇના વચ્ચે સકારાત્મક વાત થવાની આશા વચ્ચે પાછલા સપ્તાહે માર્કેટ સતત ત્રણ સત્રથી ઉપર રહ્યું હતું. આજે નિફ્ટીમાં કી સપોર્ટ 10820.2 અને ત્યાર બાદ 10,780.5નો નિષ્ણાતો મુકી રહ્યા છે.

Gujarati News by Taja Samachar : 111068791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now