Gujarati Quote in Song by Alkesh Chavda Anurag

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જનની... જન્મભૂમિ...

જનની જન્મભૂમિ છે સ્વર્ગથી પણ મહાન.
છેલ્લા શ્વાસો સુધી ગાતો રહુ એના હું ગુણગાન.
એ કે આપ્યો જનમ બીજીએ જીવવાનું વરદાન.
જનની જન્મભૂમિ છે સ્વર્ગથી પણ મહાન.
સ્વર્ગથી પણ મહાન...

માતા એવી ઉપકારી એના કોટી કોટી ઉપકાર.
એક છે જીવનદાતા બીજી છે જીવનનો આધાર.
માટે કરું છું બન્નેનું નયન નેહે સન્માન.
જનની જન્મભૂમિ છે સ્વર્ગથી પણ મહાન.
સ્વર્ગથી પણ મહાન...

સમજો એમના શુભ અંતરને ન કાઢે કડવા વેણ.
વરસાવે આશિષ સદા એવા કરુણામયી છે નેણ.
જેના ખોળામાં પણ રમે છે શ્રુષ્ટિકર્તા ભગવાન.
જનની જન્મભૂમિ છે સ્વર્ગથી પણ મહાન.
સ્વર્ગથી પણ મહાન...

મર્યા પછી કોઈ મોક્ષ નથી એતો છે ખાલી વાત.
માતૃભૂમિ અને માત મળી એ નાથની છે સોગાત.
અનુરાગ છે આ ઈશ્વરી આપથી છું ઇન્સાન.
જનની જન્મભૂમિ છે સ્વર્ગથી પણ મહાન.
સ્વર્ગથી પણ મહાન...

એ કે આપ્યો જનમ બીજીએ જીવવાનું વરદાન.
જનની જન્મભૂમિ છે સ્વર્ગથી પણ મહાન.
સ્વર્ગથી પણ મહાન...


- અલ્કેશ ચાવડા "અનુરાગ"

https://goo.gl/eG8aKD
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... ઉપરની લિંકથી...

Gujarati Song by Alkesh Chavda Anurag : 111068773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now