કેવો અજીબ સંબંધ છે..... કોઈકના માટે કોઈ સર્વસ્વ છે... અને કોઈના માટે કોઈ માત્ર મન ઠાલવવાનું બહાનું ....!
આંખોમાં કોઈક ડૂબી જાય છે રોજ અને કોઇક ઊંડા દરિયાને છીછરો માની પાછું વળી જાય છે..! આવું જ કોઈક દોડ્યા જાય છે જીવનમાંથી .... અરે ભૂલી કેમ જાય છે....આમ દોડવા કરતા સાથે ચાલવામાં મજા છે...
આમ જ વળતા રસ્તામાં કોઈક સાવ જ મુકાય જાય છે..પાછળ વળી ને જો કદાચ કાંઈક અમૂલ્ય તું પાછળ મૂકીને આવ્યો છે..... એક વાર તો ફરી જો પાછળ કદાચ તે ત્યાં જ હોય તારી વાટ માં ....!