ના જન્મ તારી મરજીથી,
ના મરણ છે તારા હાથમાં..
થોડી ઘણી તકદીરની રેખા,
આપી દીધી તારા હાથ માં !
પાત્ર તારું નક્કી પહેલેથી,
કેમ ભજવવું ? તારા હાથમાં..
પળમાં પડદો પડી જશે, ત્યાં ,
દાદ મેળવવી તારા હાથ માં !
ભરી ભરીને કેટલુ ક ભરીશ,
સાવ નાનકડા તારા હાથમાં !
જગ જીત્યા પછીય શુ રહ્યું,
બોલ શુ રહશે તારા હાથ માં!