English Quote in Good Morning by komal rathod

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સઘળા દુઃખ નું કારણ મન છે
સુખ નું સરનામું પણ મન છે.

સઘળી આવન જાવન મન છે
દીવાનગી ને ડહાપણ મન છે

સ્વયં ધૂળ ને રજકણ મન છે
થર બાજેલુ દર્પણ મન છે

જીવન તો ખળખળ ઝરણા સમ
આ વિઘ્નો આ અડચણ મન છે

હું એવી ને એવી ભીતર
આ બચપણ આ ઘડપણ મન છે

બાંધે જોડે-તોડે હરપળ
સૌ સાથે નું સગપણ મન છે

English Good Morning by komal rathod : 111068222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now