Gujarati Quote in Song by Komal Joshi Pearlcharm

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરિયા કિનારે ચાલતાં ચાલતાં ;

હાથમાં હાથ ને રેતમાં પગલા ;

ચાંદ ની શીતળતા ને , એ લહેરો માણવી ;

એ રેતમાં બેસી ને રમત રમવી ;

ક્યારેક દિલ તો ક્યારેક નામ કોતરતી ,

લહેરો થી નામ નું મીટવુ અને

તારું વારંવાર દિલ નું ચીતરવુ,

મસ્તીમાં બનાવેલા રેત નાં મહેલ;

ભાન પણ ના રહેતું કે છે ચહેલ-પહેલ,

અને એકમેકની આંખોમાં ઓતપ્રોત થઈને,

કલાકો સુધી એ સદીઓનું વિતાવવું;

ક્યારેક તારું રીસાવું ને મારું મનાવવું,

ફરી ત્યાં જઈને રેત માં પગલા જોયા'તા મેં,

પણ તારી સાથે એ પગલા મારા નહોતા જોયા મેં,

હા ! ચોક્કસ ચકાસ્યાતા વારંવાર,

કેટલી સહજતાથી તેં પૂછ્યું ;

' તું મારા પર શક કરું છું?'

' પાગલ ! પ્રેમી હોવાના નાતે ,
હું તારા પર હક કરું છું!!!!!'

~ કોમલ જોષી

Gujarati Song by Komal Joshi Pearlcharm : 111068185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now