વિચારું છું મને મારી મહોબત કેમ ના મળી?
બહુ માવજત કરી હતી પ્રેમના પારિજાત ની
છતાંય કેમ નહિ ઉગી હોય કોઈ કળી?
ફરી વાંચું છું એના માટે લખેલા શબ્દો
સાહેબ તમે નહિ માનો પણ મારાં એક એક શબ્દમાં
એના નામની સુગંધ ગઈ છે ભળી
વિચારતો હતો કેમ નહિ સ્વીકાર્યો હોય મને
શુ મારાં માં એને કોઈ ખોટ હશે જડી?
એમ વિચારી મેં ખુબ નીરખી લીધી મારી જાત ને
છતાંય કોઈ ભૂલ મને ન ખુદ મળી
અંતે આપી દીધો દિલાસો દિલ ને એમ કહી
ફૂટેલી હશે કિસ્મત એની કે
મારાં નામ ની રેખા એના હાથે ના ચડી....