એ સર્જન છે ઘણું અનેરું
એ સર્જન છે શબ્દો નું પર્વત મેરુ
એ સર્જનના પ્રત્યેક શબ્દો છે
વર્ણન ના એ સર્જનની મહાનતા ના
એ સર્જન બદલી નાખે છે
એના વાંચકની જોવા ની દ્રષ્ટિ
એ સર્જન કરાવે છે રસ્તાનું ભાન
ભુલા પડેલા દરેક મુસાફરને
એ સર્જન આ છે મહાનતા
એના એક-એક શબ્દનો અર્થ
સમજવો છે ખૂબ મુશ્કેલ
એ સર્જન ભલે બનશે મહાન
પણ નહીં બની શકે મહાન
જેટલો મહાન છે તેનો સર્જક