ચાલ જાત પાત ભુલી જઇએ
ચાલ પ્રદેશ પ્રાંત ભુલી જઇએ
માં ભારત નો જયઘોષ કરીએ
ગોવા ગુજરાત ભુલી જઇએ
ત્રણ રંગો મા રંગાઈ જઇએ
રંગભેદ રક્તપાત ભુલી જઇએ
માનવતા જ મોટો મઝહબ છે
કોમી વારદાત ભુલી જઇએ
પ્યારુ વતન છે મારુ મોંઘું રતન
ચાલ હિરા ઝવેરાત ભુલી જઇએ
રાષ્ટ્રપ્રેમ એજ હ્રદય ધર્મ છે
વેરઝેર ની વાત ભુલી જઇએ
પંચશીલ ના કરારો યાદ કરીએ
પારકી પંચાત ભુલી જઇએ