@ વ્યવહારિક સાખીઓ...
યાદ રાખો આ વાતને, સત્ય સનાતન જ્ઞાન
જેવા જેના કર્મ હો, ફળ આપે ભગવાન...
જીવન સૌનું છે અહીં, કુરુક્ષેત્ર સંગ્રામ.
નૈયા એની પાર હો, ખેવટ જેનો રામ...
શીખવી ગયા આ વાતને, કૃષ્ણ પ્રભુ ગોપાલ.
એક સમા રહેતા નથી, કોઈના જીવન હાલ...
કદી કરો નહિ જીવનમાં, ધન વૈભવ અભિમાન.
સોને મઢેલી લંકા પણ, બની હતી સમશાન...
પાંડવ પ્રિયે પાંચાલી, ભરી સભામાં લૂંટાય.
શબ્દો કેવા ઘાત કરે, પાછળથી સમજાય...
આવી ગયો એવો સમય, તૂટ્યા ઘર પરિવાર.
સંસ્કૃતિ આજે રડી રહી, વધ્યો પાપનો ભાર...
સમજીને પગલું ભરો, વિચારજો પરિણામ.
હોય છે એકજ ક્ષણ એની , નષ્ટ કરવા નામ...
વેર ઝેર રાખો નહિ, કરી લો પાવન પ્યાર.
પ્રિય બની સૌના જીવો, માનવજીવન સાર...
જે આપ્યું જગદીશે તને, પ્રેમથી એ તું સ્વીકાર.
ત્યજીને ખોટી ફરિયાદો, માન એનો આભાર...
દેખા દેખી કરવી નહીં, સાચું સુખ સંતોષ.
એ મુજબ તું જીવજે, નહિ આવે કોઈ દોષ...
કર્મરત જેના હાથ હો, હૃદય પ્રભુ અનુરાગ.
સુવાસીત હર ક્ષણ બને, સુંદર જીવનબાગ...
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'
https://goo.gl/eG8aKD
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... ઉપરની લિંકથી...