શું ઈચ્છા કરૂં ?
જે પુરી થઈ શકતી હોય
ઈચ્છા માંગી છે અંતની
જેથી નવી શરૂઆત થઈ શકે
ભલે ભૂતકાળ સારો હોય
પણ ભાવી છે ધૂધળું
વર્તમાનની પરિસ્થિતિ નથી રહી સારી
દિવસે દિવસે ખરાબ થઈ છે તેની હાલત
આ બત્તર સમય નથી થઇ રહ્યો સહન
ખોટી આશ રાખી ને જીવી રહ્યો છું
વાસ્તવિક જગતની સરખામણીએ મનોજગત
નથી રહ્યું કોઈએ ના ફરવાલાયક
બીજો કોઈ કરે શરૂઆત
તેના કરતાં હું જ શરૂઆત કરું
એવો ગુસ્સો આવે છે વારંવાર
માટે ઈચ્છા માંગુ છું
જલ્દી થી શરૂઆત થઈ જાય
અંત ની
જેથી અંત પછી એક નવી
કરી શકું શરૂઆત