હુ ક્યાં કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ.
પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો ભેદી રીતે મને માફ ના કરો,
હુ ખુદ કહી ઉઠુ કે સજા હોવી જોઇએ.
મે એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.
પૃથ્વીની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ....
-મરીજ