સમયની રાહ જોવામાં હવે મજા નથી...ચલ ઉભો થા હવે વારે ઘડીએ પડવામાં મજા નથી... બાળપણમાં પડતાં પડતાં જ ચાલતા શીખ્યો તો ને પણ એકવાર ચાલતાં આવડી ગયું પછી પડ્યો નથી ને આગળ દોડતાં શીખ્યો એ કેમ ભૂલી જાય છે...??? હાંફી જવાય તો ઘડીક આરામ કર કુદરતના ખોળામાં...મજા માણી લે અંતરની...પણ હે માનવ તું ઉભો થા આગળ ચાલ થંભી ના જા કારણકે સમયની રાહ જોવામાં મજા નથી...